મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને સ્ટ્રોક આવતા તેમને ગઈકાલે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આજે વધુ સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા છે. અનુજ પટેલને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં વધુ સારવાર અપાશે. ગઈકાલે હિંદુજા હોસ્પિટલના ડો. મિશ્રાએ અનુજની તબીબી તપાસ કરી હતી. આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પરિમલ નથવાણી અનુજની તબિયત જાણવા પહોંચ્યા હતા.