મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોકના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ અનુજ પટેલની તબિયત સારી છે પરંતુ બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.