મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન , પૂજ્ય નીરૂમાની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો.તેમણે રાજ્યના સૌના સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઉષ્માપૂર્ણ અભિવાદન પણ ઝીલ્યું હતું.