CM ભૂપેન્દ્ર પટેલે સાબરમતીથી અમૃત કલશ યાત્રા ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. ટ્રેનના પ્રસ્થાન પહેલા CM ભૂપેન્દ્ર પટેલે સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેઓને તેમની મુસાફરી માટે શુભેચ્છા પાઠવી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ટ્રેનને લીલી ઝંડી આપી. આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્મા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પવનકુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા.