કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે અને કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે. ચૂંટણીના પરીણામો જાહેર થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરંસ યોજી હતી, જે દરમિયાન તેમણે કહ્યું હતું કે નફરતો કા બાજાર બંધ હુવા ઔર મહોબ્બત કી દૂકાને ખુલી. જ્યારે અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું કર્ણાટકની જનતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ દરેકનો આભાર વ્યક્ત કરૂ છું. હું ખુશ છું, અમે નફરત અને ખરાબ ભાષાનો ઉપયોગ કર્યા વગર કર્ણાટકનીચૂંટણી લડયા હતા. અમે આ ચૂંટણીને પ્રેમથી લડયા હતા. કર્ણાટકમાં નફરતોનુ બજાર બંધ થયું અને પ્રેમની દુકાનો ખુલી ગઇ છે. એક તરફ મુડીવાદીઓની તાકાત હતી બીજી તરફ ગરીબોની શક્તિ હતી, શક્તિએ તાકાતને હરાવી દીધી છે અને આવુ હવે દરેક રાજ્યોમાં થશે.