કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપ્યું છે. બોમ્માઇએ કહ્યું કે, મેં મારું રાજીનામું સુપરત કર્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 136 બેઠકો મળી છે, જ્યારે ભાજપને 65 બેઠકો મળી છે.