દિલ્લીના અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પરાઠા પર 18 ટકા જીએસટી લગાવવાના નિર્ણય માટે ભાજપ સરકારને ઘેરી છે. કેજરીવાલે ગુજરાત અપીલેટ ઑથોરિટી ઑફ એડવાંસ રુલિંગના એ નિર્ણય પર ટ્વિટ કરીને લખ્યુ કે જમવાના સામાન પર તો બ્રિટિશ સરકારે પણ ક્યારેય ટેક્સ નહોતો લગાવ્યો. આજે દેશમાં મોંઘવારીનુ સૌથી મોટુ કારણ કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવતો ઊંચો GST છે. તેમાં ઘટાડો થવો જોઈએ.