રાજ્યભરમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે આજે સવારથી અરવલ્લીનાં મોડાસાનાં ગ્રામ્યપંથકમાં સતત 3 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતનાં વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. 3 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેતરો સહિત ગ્રામ્ય વિસ્તારોનાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. ઉમેદપુર પંથકમાં બે કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર્ પર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.