ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે આજે (22 જૂન) વહેલી સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત રાજ્યમાં 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલભીપુરમાં નોંધાયો છે. વલસાડ ઉપરાંત સુરત, વાપી, ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.