હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સિવાય આજે દસક્રોઈમાં 22 મિમી, કચ્છમાં ભચાઉમાં 20 મિમી, બનાસકાંઠાના વડગામમાં 17 મિમી, સાબરકાંઠાના વિજયનગરમાં 15 મિમી, જૂનાગઢના વિસાવદારમાં 15 મિમી અને ખેડાના મહુવામાં 15મિમી, ખેડાના માતરમાં 59 મીમી, ખેડામાં 55 મિમી આણંદના તારાપુરમાં 44 મીમી અને આણંદના નડિયાદમાં 35 મિમી, સુરતના ઓલપાડમાં 32 મીમી, બનાસકાંઠાના દાંતામાં 28 મીમી, ગાંધીનગરના દહેગામમાં અને પોરબંદરના રાણાવાવમાં 25 મીમી, ભાવનગરના તળાજામાં 24 મીમી, ગીર સોમનાથના ઉનામાં 23 મીમી વરસાદ નોંધાયો છે.