કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તથા હિમાચલ પ્રદેશમાં બુધવારે અલગ અલગ સ્થળો પર વાદળો ફાટવાની પાંચ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૨ લોકોને બચાવાયા છે. અનેક મકાનો તેમજ એક નાના વીજમથકને નુકસાન થયું હતું જ્યારે ઊભો પાક નાશ પામ્યો હતો. આ કુદરતી દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક સંદેશ પાઠવ્યો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સ્થળો પર બચાવ કામગીરી પર તેમની નજર છે.
જમ્મુના કિશ્તવારમાં વહેલી પરોઢે ૪.૩૦ વાગ્યે એક અંતરિયાળ ગામ વાદળ ફાટતાં સાત લોકોના મોત નીપજ્યાં હતા અને અન્ય ૧૭ને ઈજા પહોંચી હતી. ઉપરાંત વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી નદીકાંઠા નજીક ૧૯થી વધુ મકાનો, ૨૧ ગૌશાળા, રાશનની એક દુકાન અને એક પુલને નુકસાન થયું હતું. દખ્ખન તાલુકાના હોન્ઝાર ગામમાં વાદળ ફાટતા ગુમ થયેલા ૧૪ લોકોને શોધવા માટે પોલીસ, આર્મી અને એસડીઆરએફની ટીમે કામગીરી હાથ ધરી હતી.