જમ્મુ કાશ્મીરના રામબનના ધર્મકુંડમાં રવિવારે સવારે વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હતું, જેને પગલે પુરા વિસ્તારમાં અફરા તફરી મચી ગઇ હતી. અચાનક આવેલા પૂરમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કેટલાક લોકો ગૂમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે. પૂરને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. લોકો ઘરોમાં જ ફસાઇ રહ્યા હતા. પૂરને કારણે આશરે ૧૦૦ મકાન વહી ગયા હતા. જ્યારે ધર્મકુંડના માર્કેટમાં અનેક દુકાનો પણ ધોવાઇ ગઇ હતી. અચાનક આવેલા આ પૂરમાં જાનહાનીની સાથે લોકોને ભારે નુકસાન પણ થયું હતું.