અમદાવાદ શહેરમાં રવિવારે દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં આવેલા પલટાની સાથે સમગ્ર શહેરમાં ભારે વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી.સાંજે છથી આઠના બે કલાકની અંદર સમગ્ર શહેરમાં તીવ્ર ગતિથી વરસેલા વરસાદને પગલે મીઠાખળી અને મકરબા,પરિમલ અંડરપાસમાં પાણી ભરાતા મ્યુનિ.તંત્રને પાણી નિકાલ માટે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.વાસણા બેરેજનું પાણીનું લેવલ જાળવવા માટે બેરેજના આઠ દરવાજા બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. શહેરના પાલડીમાં ૧૦ ઈંચ જ્યારે ઉસ્માનપુરા-બોડકદેવમાં ૮ ઈંચ વરસાદ જ્યારે અન્યત્ર સરેરાશ પાંચ ઈંચથી વધુ વરસાદ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ઉસ્માનપુરા વિસ્તારમાં અડધો કલાકની અંદર ત્રણ ઈંચ વરસાદ ખાબકયો હતો.