દેશના ૯ રાજ્યો વરસાદનો સામનો કરી રહ્યાં છે. કેરળ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ સર્જાયો છે. આ રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૩૦૦ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ સહિત દેશના ઘણા વિસ્તારોમાં શનિવારે ભાર વરસાદ પડયો હતો જેને કારણે પૂર આવ્યું હતું. પહાડી વિસ્તારોથી માંડીને મેદાની ભાગો સુધી વરસાદ અને પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને વરસાદની ખબરો સામે આવી રહી છે. કાંગડામાં ભારે વરસાદ પડયો હતો જેને કારણે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યાં હતા. પાલમપુરમાં વાદળો ફાટતા તબાહી મચી હતી. ઉત્તરાખંડના ઉત્તરકાશી, ટિહરી, પૌડી, રૂદ્રપ્રયાગ અને કુમાઉના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો.