રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે તો કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ. પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે.