સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શનિવારે સ્વચ્છતા રેન્કિંગની જાહેરાત કરાઈ હતી. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે પહેલા સ્થાને આવ્યું છે જ્યારે સુરત બીજા ક્રમે છે. એ જ રીતે અમદાવાદે સતત ચોથા વર્ષે દેશના સૌથી સ્વચ્છ મેગાસિટીનો પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. રાજ્યોના સંદર્ભમાં મધ્ય પ્રદેશ પહેલા ક્રમે છે.