અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ ના CMD રાજીવ મોદી (Rajiv Modi) સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં યુવતી હાજર ન થતા અને પુરાવના અભાવે પોલીસે કોર્ટમાં એ સમરીનો રિપોર્ટ ફાઈલ કર્યો છે. ત્યારબાદ કોર્ટે રાજીવ મોદીને ક્લિનચીટ આપી દીધી છે. 65 સાક્ષીઓને તપાસયા પછી પણ પુરાવા નહીં મળતા અંતે કેડીલાના માલિક ને ક્લિનચીટ આપી દેવાઈ છે.