BJP સાંસદ બ્રિજભૂષણ સિંહ માટે રાહતના સમાચાર છે. દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. પોલીસના ક્લોઝર રિપોર્ટ મુજબ POCSO કેસમાં બ્રિજભૂષણ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. જણાવી દઈએ કે, આ કેસમાં સગીર રેસલરે તેનું નિવેદન બદલી નાખ્યું હતું. અગાઉ તેણીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો, પરંતુ બાદમાં તેણે કહ્યું હતું કે, તેની સાથે ભેદભાવ કરવામાં હતો.