રાજ્યના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, ત્યારે આગામી 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરુ થશે.
ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ વર્ષ 2025 માટે ધોરણ-10(SSC) અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહિતની બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફ્રેબુઆરીથી 13 માર્ચ દરમિયાન યોજાશે.