ટોલનાકા પર સરકારી ગાડીનો રોફ ઝાડી VIP લેનમાંથી પસાર થતા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓને હવે ફરજિયાત ટોલ ભરવો પડશે. ફાસ્ટેગ અમલ શરૂ થતાં જ આવા અધિકારીઓનો દબદબો ઘટશે. આ જાણકારી મળતા જ સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઈ છે.
નેશનલ હાઇવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એસ. ઝોડગે એ એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે, જે અધિકારીઓને ફાસ્ટેગમાં ફ્રી સુવિધા આપવાની હશે. તેમણે કલેક્ટર પાસે અરજી કરવી પડશે. કલેક્ટર દ્વારા અમને રજૂઆત કરાશે ત્યારબાદ જે-તે વિભાગના અધિકારીને નેશનલ હાઇવે ફ્રી ફાસ્ટેગ આપશે. માત્ર રોડ રીલેટેડ અધિકારી અને પોલીસના અધિકારી માટે જ ફ્રી હશે. ગેઝેટમાં ક્લાસ-1 અને ક્લાસ-ટુ કે સરકારી કાર માટે ફ્રીનો ઉલ્લેખ નથી.