અમૃતસરમાં શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિર માં એક અજાણ્યા યુવકે પાંચ શ્રદ્ધાળુ(devotees)ઓ પર લાકડી વડે હુમલો(Attack ) કર્યો હતો. શુક્રવારે બનેલી આ ઘટનામાં ભટિંડાના એક શીખ યુવકની હાલત ગંભીર (Golden Temple incident)હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ યુવાનની અમૃતસર ખાતે શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચના ઇમરજન્સી વિંગમાં સારવાર ચાલી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુવર્ણ મંદિરમાં લોકો પર હુમલો કરવાના આરોપી અને તેના સાથીદારની પોલીસે ધરપકડ કરી છે.