મણિપુરના પૂર્વ ઇમ્ફાલ જિલ્લામાં સંરક્ષણ દળોની ઉગ્રવાદીઓ સાથે અથડામણ થઇ હતી તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. જો કે એક કલાક સુધી ચાલેલી અથડામણમાં કોઇ જાનહાનિ થઇ નથી.
અજાણ્યા બંદૂકધારીઓએ શાંતિખોંગબલ, યેનગાંગપોકપી યુવોક ચીંગ અને થામનાપોકપી યુવોક ચિંગ જેવા ગામોમાં ફાયરિંગ કર્યુ હતું. સુરક્ષા દળોએ તેમને હટાવવા માટે હવામાં ગોળીબાર પણ કર્યો હતો.