ઈરાનમાં ૨૨ વર્ષની યુવતી મહસા અમીનીનું હિજાબ ન પહેરવા બદલ ધરપકડ પછી પોલીસ કસ્ટડીમાં મોત થયું ત્યારબાદ ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થઈ ચૂક્યા છે. લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.