જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના માહોલ વચ્ચે કુપવાડા અને રાજૌરીમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ બેથી ત્રણ આતંકીઓના મોતની પુષ્ટિ થઈ શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘૂસણખોરીની આશંકા સાથે સંબંધિત ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા 28-29 ઓગસ્ટની રાત્રે કુપવાડાના તંગધારના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ઘૂસણખોરી વિરોધી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કુમકડી વિસ્તાર અને તંગધાર સેક્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હોવાના સમાચાર છે. બીજી તરફ રાજૌરીમાં થયેલા એન્કાઉન્ટરમાં પણ આતંકવાદીના મોત થઈ શકે છે. જો કે, એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને સેનાએ આતંકવાદીઓના મૃતદેહ રિકવર નથી કર્યા.