કંડલા નજીક મીઠા પોર્ટમાં બાઇક અથડાવવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં બે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જૂથ અથડામણમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોએ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. ઘાયલોને આદિપુરની જૈન સેવા સમિતિ અને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.