લગ્ન ગીતના શબ્દોના બાબતે સુરતના ભીમપોર ગામમાં કોળી પટેલ અને માછી સમાજના લોકો વચ્ચે ધિંગાણું થયું હતું. ડિજેમાં વાગતા ગીતો બાબતે કોળી પટેલ સમાજના લોકો સામે માછી સમાજના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને તાત્કાલિક ગીત બંધ કરવાનું જણાવ્યું હતું. બંને સમાજના લોકો સામ સામે આવી જતાં થોડીવારમાં ઝઘડો શરૂ થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોળાએ પથ્થર મારો શરૂ કર્યો હતો. સામસામે પથ્થર મારો શરૂ થતાં વરઘોડામાં અફરાતફરી મચી ગઇ હતી. પથ્થરમારાને કારણે એક મહિલા સહિત ત્રણ લોકોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા ડુમસ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને સમાજના લોકોને સમજાવતા મામલો થાળે પાડ્યો હતો અને ત્યાર બાદ વરઘોડાને સહિસલામત રવાના કર્યો હતો.