જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને કઠુઆ જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થયું છે. જેમાં સેનાના જવાનો દ્વારા એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરની શરૂઆત કર્યા બાદ સુરક્ષાદળો દ્વારા વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યો હતો. જો કે, જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો ઉધમપુર અને કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોનું સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે.