જમ્મુ-કાશ્મરી માં આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. કુલગામ જિલ્લાના સમનૂ ગામમાં આજે બપોરે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે, જેના બંને તરફી ફાયરિંગ થઈ રહ્યું છે.