ઝારખંડના ચતરા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થતાં બે જવાનો શહીદ અને ત્રણ ઘાયલ થયા છે. મળતા અહેવાલો મુજબ પોલીસની ટીમ ત્યાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી હતી, આ દરમિયાન નક્સલવાદીઓએ અચાનક હુમલો કર્યો. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરી રાંચી મોકલાયા છે. હાલ ચતરા જિલ્લામાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરાયો છે. આ ઉપરાંત સર્ચ ઓપરેશન સાથે વિસ્તારને પણ ઘેરી લેવાયો છે.