અમદાવાદ ઉદેપુર હાઈવે પર એક રાહદારીનું મોત અને પોલીસ અને ગ્રામજનો આમને સામને આવી ગયા છે. વાત સાબરકાંઠાના ગામડી ગામની છે જ્યાં રસ્તો પસાર કરી રહેલા રાહદારીનું પુરપાટ ઝડપે જતા વાહનથી મોત થયું છે. આ ઘટના બાદ આક્રોશમાં આવેલા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા અને હાઈવે જ બંધ કરી દીધો. આ દરમિયાન ઘટનાસ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ નિશાને લીધી અને પોલીસ પર પથ્થરમારો કર્યો. પથ્થરમારાને કારણે પોલીસને પણ ગ્રામજનોએ પર ટિયરગેસનો મારો ચલાવવો પડ્યો. પોલીસે 120 જેટલા ટિયરગેસના સેલ છોડીને મામલો થાળે પાડ્યો પરંતુ ત્યાં સુધી માં તો ગ્રામજનોએ પોલીસના વાહનને આગ લગાવી દીધી હતી.