બિહારના સમસ્તીપુરમાં CAA અને NRC સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, બંને જૂથો પરસ્પર લાકડીઓ-ડંડા વડે એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ ઘટના પછી સ્થાનિક પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.