જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના મંડળી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ દરમિયાન શનિવારે (28 સપ્ટેમ્બર) જમ્મુ-કાશ્મીર પોલીસના એક હેડ કોન્સ્ટેબલ શહીદ થઈ ગયાં છે અને બે અધિકારીઓ ઘાયલ થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ વિસ્તારના અધિક પોલીસ મહાનિદેશન આનંદ જૈન (ADGP) અને વરિષ્ઠ અધિકારી ઓપરેશન પર નજર રાખવા માટે પહોંચી ગયાં છે.