બાંગ્લાદેશમાં બળવા વચ્ચે હિન્દુઓ પર અત્યાચારના મામલા સતત વધી રહ્યા છે. તાજેતરનો મામલો ત્યાં બાળકોને ભણાવતા હિન્દુ શિક્ષકોનો છે. બાંગ્લાદેશમાં નવી સરકારમાં હિન્દુ શિક્ષકોના બળજબરીપૂર્વક રાજીનામા લેવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ત્યાંના શિક્ષકોને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમના રાજીનામા તેમની પાસેથી બળજબરીપૂર્વક લેવામાં આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે પાડોસી દેશમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 હિન્દુ શિક્ષકોને પોતાની નોકરી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.