દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલી કરોડ રૂપિયાની રોકડ ક્યાંથી આવી એ સવાલનો જવાબ સુપ્રીમ કોર્ટે રચેલી તપાસ સમિતી નથી શોધી શકી. દિલ્હી પોલીસ તો આ કેસમાં ભીનું સંકેલવામાં જ લાગી છે ત્યારે એલન મસ્કના એઆઈ હેન્ડલ ગ્રોકની આ કેસમાં એન્ટ્રી થઈ છે. ગ્રોકે જવાબ આપ્યો છે કે, જસ્ટિસ વર્માને ત્યાંથી મળેલી રકમ ભારતી એરટેલ તરફથી મળેલી લાંચની રકમ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વર્માએ દેશની ટોચની ટેલીકોમ કંપની ભારતી એરટેલને 5400 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં તેમને 15 કરોડ રૂપિયાની લાંચ મળી હોવાનું કહેવાય છે. આ મુદ્દે હાલમાં પણ કોઈ નક્કર તથ્યો સામે આવ્યા નથી