જો કાર માલિકે કારમાં સીએનજી કિટ બદલાવી હોય અને તેની જાણ ભલે વીમા કંપનીને નહીં કરી હોય પરંતુ તે અંગેની નોંધ આરટીઓ તથા આરસી બુકમાં કરાવી હોય તો તેવા કિસ્સામાં અકસ્માત થાય તો પણ વીમા કંપની વળતર આપવા બંધાયેલી છે. કન્ઝ્યુમર કોર્ટે આ અંગે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કલોલના નિવાસી વિષ્ણુભાઈ પટેલે કારમાં સીએનજી કિટ બદલાવી હતી પણ તેની જાણ વીમાકંપનીને નહોતી કરી. જોકે તેમણે આ અંગેની નોંધ આરસી બુક અને આરટીઓમાં કરાવી હતી. તેમની કારને અકસ્માત થતાં તેમણે વીમાકંપનીમાં 17000નો ક્લેમ મુક્યો હતો. અમને સીએનજી કિટ બદલાવવાની જાણ નહોતી કરી માટે ક્લેમ નામંજૂર કરાય છે તેમ વીમા કંપનીએ કહી દાવો નકાર્યો હતો. આ અંગે તેમણે ગ્રાહક સુરક્ષા સંસ્થાનો સંપર્ક કરતાં વીમા કંપનીને દાવો આપવા ચૂકાદો અપાયો હતો.