સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયમૂર્તિ(CJI) અને ગવર્નરને RTI હેઠળ લાવવા કહ્યું. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટને RTI હેઠળ આવરી લેવાનો વિરોધ થતો હતો, પણ પ્રથમવાર કોર્ટે પારદર્શકતા માટે પહેલ કરી. સરકારે એવી દલીલ કરી કે બંધારણીય સત્તામંડળો સર્વોપરી કામગીરી કરે છે, તેથી તેમને બાકાત રાખવા જોઈએ. સુપ્રીમે કહ્યું કે સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિએ કશું છુપાવવાનું નથી, તે પણ RTI હેઠળ હોવા જોઈએ.