સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. કહેરે હાઈકોર્ટના જજીસને ઉનાળાના વેકેશનમાં પણ કામ કરવાની તાકીદ કરી. જસ્ટિસ કહેરે કહ્યું કે ઉનાળાના વેકેશનના થોડા દિવસો કામ કરી પેન્ડીંગ કેસનું ભારણ ઘટાડી શકાય. ઉલ્લેખનીય છે કે કેહરે અલ્હાબાદ હાઈકોર્ટના દોઢસોમી જ્યંતિ પ્રસંગે પણ જજીસને થોડા વધુ કલાકો કામ કરવાની અપીલ કરેલી. આ અગાઉ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ઠાકુરે પણ આ પ્રકારની અપીલ કરેલી.