આજની સરકાર દેશના સરહદી ગામોને છેલ્લું ગામ ન ગણીને પ્રથમ ગામ તરીકે કામ કરી રહી છે. ડિજિટલ ઈન્ડિયાનું આટલું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે છતાં કેટલાક વિભાગો વારંવાર એ જ માહિતી માંગે છે જે તેમની પાસે પહેલાથી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘સિવિલ સર્વિસ ડે’ કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી.
સિવિલ સર્વિસના અધિકારીઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું, દેશ હવે ઝડપથી આગળ વધી રહ્યો છે. હવે આઝાદીના આ અમૃતકાળમાં તેમને યુવા અધિકારીઓની ભૂમિકા સૌથી વધારે છે, જે આગામી 15-20 વર્ષ આ સેવામાં રહેવાના છે. તમને દેશની સેવા કરવા કરવાની તકી મળી છે.