વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 16માં ‘સિવિલ સર્વિસ ડે’ કાર્યક્રમના સમાપન સત્ર અને એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ કાર્યક્રમ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સવારે 11 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન મોદી સવારે 11:40 કલાકે કાર્યક્રમને સંબોધિત કરશે. આ સાથે તેઓ કર્મચારીઓ સાથે પણ વાત કરશે.
સત્તાવાર નિવેદન મુજબ, કેન્દ્રીય રાજ્ય મંત્રી (MoS) ડૉ જીતેન્દ્ર સિંહ સવારે ‘સિવિલ સર્વિસ ડે’ કાર્યક્રમને સંબોધિત કરશે. આ પછી PM મોદી સવારે 11:25 વાગ્યે એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરશે. તમને જણાવી દઈએ કે, દેશમાં વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતા તમામ અધિકારીઓના કામને ઓળખવા અને અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 21 એપ્રિલે ‘સિવિલ સર્વિસ ડે’ ઉજવવામાં આવે છે.