ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ એક વિવાદ ચાલી રહ્યો છે. કોર્પોરેશનમાં સાશકો અને મ્યૂનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર આમને સામને આવી ગયા છે. મ્યુનિસિપલ કમિશ્નરને મુકેશ કુમારને બદલાવવા માટે મ્યુનિ.ના ભાજપ શાસકોએ ગાંધીનગરમાં રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળે છે. છેલ્લાં ઘણા સમયથી અમદાવાદમાં રસ્તા, ગટર સહિતના માળખાકીય કામોમાં મળતિયા કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી રહી છે.