રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અરુણાચલના ચાંગલાંગમાં તીવ્રતા 3.5 મપાઈ હતી. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં 4.2ની તીવ્રતા રહી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર તીવ્રતા ઓછી હોવાને કારણે હાલ કોઈ જાનહાનિ કે માલહાનિના અહેવાલ મળ્યા નથી.