Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાત ક્ષેત્રે સાયબર સિક્યોરિટીના સંદર્ભમાં ખૂબ જ પ્રશંસનીય કામ થાય છે. આ વાતની નોંધ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત કાર્યરત સાયબર દોસ્ત દ્વારા પણ લેવાય છે. MHA દ્વારા જીટીયુને સ્પેશ્યિલ કાગળ લખીને જીટીયુની કામગીરીને બિરદાવવામાં આવી હતી, તથા તેમને સાયબર સિક્યુરિટી અંગે અવેરનેસ લાવવા માટે પણ પ્રોત્સાબિત કરવામાં આવ્યા હતા.

જીટીયુ છેલ્લા ઘણાં સમયથી સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં અવેરનેસ લાવવા તત્પર છે અને સતત કાર્યરત છે. MHAના આ આદેશાત્મક સૂચન પર અમલ કરવાના હેતુથી મહાત્મા ગાંધી જન્મ જયંતીના 150 વર્ષના ઉપલક્ષ્યમાં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં 150 અવેરનેસ પ્રોગ્રામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સંદર્ભમાં જ,  સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં કેપેસિટી બિલ્ડિંગના અને ટ્રેનર્સને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ ઉદેશ્યથી ગુજરાત ટેક્નોલોજી દ્વારા એક માસ્ટર ટ્રેનર પ્રોગ્રમ – સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે જીટીયુની આ પહેલને ગુજરાત પોલિસ ઉપરાંત, ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA), MeitY એન્ડ સાયબર દોસ્ત, MHA પ્રોજેક્ટ્સ પણ જોડાયા છે. અને તમામ સાથે મળીને તારીખ 24થી 30 સપ્ટેમ્બર, 2019 સુધી સાયબર સિક્યોરિટી વીકની ઊજવણી કરશે.

આ કાર્યક્રમ અંતર્ગત જીટીયુ ખાતે તારીખ 17 સપ્ટેમ્બર, 2019ના રોજ માસ્ટર ટ્રેનર પ્રોગ્રમ – સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ, ફેક્લટીઝ, સ્કૂલ ટીચર્સ, સોફ્ટવેર એન્જિનીયર્સ, પ્રોફેસર્સ જોડાયા છે. ગુજરાતભરમાંથી 300 રજુસ્ટ્રેશન્સ આવ્યા હતા. જેમાંથી 150 માસ્ટર ટ્રેનર્સ સિલેક્ટ કરીને જીટીયુએ તેમને તારીખ 17 સપ્ટેમ્બર ના રોજ કાર્યક્રમમાં તૈયાર કર્યા હતા. હવે આ માસ્ટર ટ્રેનર્સ અલગ અલગ જગ્યાએ જઇને લોકોમાં સાયબર સિક્યોરિટી માટે અવેરનેસ લાવવાના હેતુથી 150 અવેરનેસ પ્રોગ્રામ્સનું આયોજન, સાયબર સિક્યોરિટી વીક દરમ્યાન કરશે. આ વીક દરમ્યાન દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર લાઇવ શો, બસ સ્ટેશન, એરપોર્ટ, રેલ્વે સ્ટોશન, મોલ વગેરે જેવી પબ્લિક પ્લેસીસ પર વર્કશોપ્સ અને રોડ શો જેવા કાર્યક્રમનું આયોજન કરીને લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.

તારીખ 17 સપ્ટે-19 ના રોજ યોજાયેલા કાર્યક્રમમમાં  ગુજરાત પોલિસ, ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA), સાયબર દોસ્ત, MeitY, ભારત સરકાર –મિનિસ્ટ્રી ઓફ અફેર્સ સહિતના ખાતાઓ જોડાયા હતા. જેમાં ઘણાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

  1.  Rajesh Gadhiya, S.P. Cyber Crime Cell, CID (Crime Branch)
  2.  Ch. A. S. Murthy, Associate director at C-DAC, Hyderabad
  3.  B. M. Tank, Dy. S.P. Cyber Crime Cell, CID (Crime Branch)
  4. . Rohit Tyagi, Scientist, SAC-ISRO

રાજકોટ પોલિસ સાથે થયેલા જીટીયુના એમઓયુ અંતર્ગત સોશિયલ મીડિયા એનાલિસીસ રીપોર્ટ છેલ્લાં 5 મહિનાથી જીટીયુની 6 વિદ્યાર્થીનીઓ દ્વારા રાજકોટ પોલિસને આપવામાં આવે છે. આ સંદર્ભે તે વિદ્યાર્થીઓને એપ્રેસિએશન સર્ટિફિકેટ પણ એનાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જીટીયુ ડિઝીટલ મિશનની વેબસાઇટ અને પોર્ટ પણ એક વિદ્યાર્થી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, તે સંદર્ભે તે વિદ્યાર્થીને પણ એપ્રિસિએશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંગે વાત કરતાં, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ  પ્રો ડૉ નવીન શેઠે જણાવ્યુ હતુ કે જીટીયુ દ્વારા ગુજરાતભરમાં સાયબર સિક્યોરિટીના ક્ષેત્રમાં સતત નવીન પ્રયોગો કરવામાં આવે છે. સરકારી ખાતાઓ સાથે સંકળાઇને પણ ગુજરાતની પ્રજાની સાયબર સુખાકારી માટે જીટીયુનુંમ સાયબર સિક્યોરિટી સેલ સતત પ્રયત્નશીલ છે. MHA દ્વારા અમને જે આ તક આપવામાં આવી છે, એને અમે અવસરમાં ફેરવીને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીના ઉપલ્ક્ષ્યમાં 150 સાયબર સિક્યોરિટી પ્રોગ્રામ્સ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશું.     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ