કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપુર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે. અને આ મામલે પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવવાાં આવ્યું છે કે, જો કોરોનાનું સંકટ વધારે વધશે અને આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો આગામી સમયમાં આ અંગે જાણકારી આપવામાં આવશે.
આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્રમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ ઘરે બેસીને અભ્યાસ કરવો પડશે. વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઘરે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આ લેશન સ્કૂલમાં જમા કરાવવું ફરજિયાત રહેશે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ આપવામાં આવેલ લેશન સ્કૂલમાં જમા કરાવાનું રહેશે.