બહુચર્ચિત બીટકોઈન તોડકાંડ કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાને ભાગેડુ જાહેર કરવા સીઆઈડી ક્રાઈમ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. કોટડિયાને ભાગેડૂ જાહેર કરવા સીઆઈડી ક્રાઈમ દ્વારા સેશન્સ કોર્ટમાં આજે અરજી કરવામાં આવી છે. બીટકોઈન તોડકાંડમાં કોટડિયાનું નામ આવતા તેમને સમન્સ મોકલાયા પછી તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીટકોઈન કેસમાં તપાસમાં સમગ્ર તોડકાંડનો આંકડો સતત વધી રહ્યો છે.