લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરુ થયાના બે દિવસ બાદ જ રાજ્યમાં આવેલી આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડા પડ્યા છે. ગુજરાતના જુદા – જુદા શહેરોમાં મોડી રાત્રે CID ક્રાઈમના દરોડા પડ્યા. CID ક્રાઈમે અમદાવાદ અને સુરતની 11 પેઢીમાં તપાસ હાથ ધરી છે. જેમાં રોકડ, વિદેશી નાણું અને સોના સહિત 15 કરોડથી વધુ રકમ મળી આવી છે. શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પાયે રોકડ રકમ મળતા CID ક્રાઇમ દ્વારા ઇન્કમટેક્સને જાણ કરાઈ છે.