સીઆઈડી ક્રાઈમ દ્વારા 131 કરોડના બીટકોઈન લૂંટ મામલે જીગ્નેશ મોરડીયા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જીગ્નેશ મોરડીયા પાસેથી આઠ કિલોગ્રામ સોનું પણ કબ્જે લેવામાં આવ્યું છે. સીઆઈડી ક્રાઈમની તપાસમાં જણાયું હતું કે 2256 બીટકોઈનમાંથી 503 બીટકોઈન જીગ્નેશ મોરડીયાના ફાળે આવ્યા હતા. તેણે આ બીટકોઈનને ભારતીય નાણાંમાં પરિવર્તિત કરી તમામ નાણાંનું વ્યાજે ધિરાણ કરી દીધું હતું.