પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 'ચૂંદડીવાળા માતાજી' તરીકે જાણીતા પ્રહલાદભાઇ જાનીનું (Prahlad Jani) 80 વર્ષે નિધન થયું છે. મધરાતે 2.45 કલાકે તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. મોડીરાતે તેમને શ્વાસ લેવાની તકલીફ થઇ હતી. નોંધનીય છે કે, 80 વર્ષથી ચૂંદડીવાળા માતાજીએ અન્ન-પાણીનો ત્યાગ કર્યો હતો. જે સાયન્સ માટે પણ એક મોટો કોયડો સમાન બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ગબ્બર ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ગુરૂવારે 28મી તારીખે તેમના જ આશ્રમમાં સવારે 8 કલાકે તેમને સમાધી આપવામાં આવશે. ચૂંદડીવાળા માતાજીનાં નિધનથી તેમના ભક્તોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.