ચૂંદડીવાળા માતાજીનો દેહ વિલય થયા બાદ ત્રીજા દિને આજે સવારે ગબ્બર તળેટી સ્થિત તેમની તપોભૂમિ ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સમાધિ આપવામાં આવશે.શક્તિ ઉપાસક એવા પ્રસિદ્ધ ચૂંદડી વાળા માતાજીનો મંગળવારની રાત્રીએ દેહવિલય થયો હતો. ત્યારબાદ બે દિવસ તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે ગબ્બર તળેટી સ્થિત તેમની તપોભૂમિ ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં આજે ગુરુવારે સવારે સવા આઠ કલાકે શુભ ઘડીમાં તેમના નશ્વર દેહને શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ સમાધિષ્ટ કરવામાં આવશે.
આ અંગે વર્ષ 1988થી તેમના યજ્ઞ, યજ્ઞાદિ કરનાર મૂળ ચરાડા નજીકના પડુસ્મા ગામના રહે એવા જીતુભાઇ શાસ્ત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રાતઃ સમયે સવારે સવા છ કલાક થી સવા સાત સુધી રુદ્ર સૂક્ત દ્વારા અભિષેક કરવામાં આવશે. ત્યાર બાદ પંચ લેપન, અને શ્રી શૃંગાર બાદ નિયત જગ્યાએ ભૂમિ પૂજનના અંતે વિધિવત સમાધિષ્ટ કરવામાં આવશે. જોકે, કોરોનાની મહામારી, લોક ડાઉનના નિયમને લઈ સોશિયલ ડિસ્ટનસને ધ્યાને લઈ તેમના પરિજનો પૂજા વિધિમાં ઉપસ્થિત રહેવાનું તેમણે ઉમેર્યું હતું. માટે શ્રદ્ધાળુ ગણે સોશિયલ મીડિયા દ્વારા દર્શનનો લ્હાવો લઈ શકશે.