વધુ એક અર્બન ગુજરાતી મુવી ‘’ચોર બની થનગાટ કરે’’ આવી રહી છે. 21 જુલાઈએ રિલિઝ થશે. નિર્માતાનો દાવો છે કે ફિલ્મમાં તદ્દન અલગ વાર્તા છે તેમજ ખૂબ એન્ટરટેઈનિંગ છે. ફિલ્મનો હિરો કેપ્ટોમેનિયાક( ચોરી કરવાનો માનસિક રોગ)થી પીડીત બતાવ્યો છે. ફિલ્મમાં એ સંદેશ પણ વહેતો કરાયો છે કે આવા દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ.