બિહારમાં રામ વિલાસ પાસવાનના નિધન બાદ તેમના પક્ષ લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં ફાટા પડવાનું શરૂ થઇ ગયું છે. રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન પક્ષના પ્રમુખ છે જોકે તેમને આ પદ પરથી પક્ષના જ અન્ય એક દિગ્ગજ નેતા અને ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસે હટાવી દીધા હતા. જેની સામે ચિરાગ પાસવાને બેઠક બોલાવી પાંચ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.
ચિરાગ પાસવાનના કાકા પશુપતિ કુમાર પારસ અને તેમના સમર્થક નેતાઓએ પક્ષના બંધારણને ટાંકીને દાવો કર્યો હતો કે ચિરાગ પાસવાન ત્રણ પદો પર એક સાથે હતા, તેથી તેમને રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પરથી હટાવવામાં આવ્યા છે.